અમદાવાદ આગઝરતી ગરમી, આવતીકાલથી શહેરમાં ગરમીન ું ઓરેન્જ એલર્ટ, પારો પહોંચશે 43 ડીગ્રી પર

Home » અમદાવાદ આગઝરતી ગરમી, આવતીકાલથી શહેરમાં ગરમીન ું ઓરેન્જ એલર્ટ, પારો પહોંચશે 43 ડીગ્રી પર

Home  

અમદાવાદ  અમદાવાદ આગઝરતી ગરમી, આવતીકાલથી શહેરમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ, પારો પહોંચશે 43 ડીગ્રી…

  • અમદાવાદ

અમદાવાદ આગઝરતી ગરમી, આવતીકાલથી શહેરમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ, પારો પહોંચશે 43 ડીગ્રી પર

By

 ગુજરાત હેરાલ્ડ

મે 9, 2023 3:25:32 પી એમ(pm)

09 May 23 : અમદાવાદમાં આગઝરતી ગરમીનો સામનો અમદાવાદીઓને કરવો પડશે. આવતીકાલથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગરમીનું ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. આવતીકાલથી બે દિવસ માટે ગરમીનું જોર વધશે. ગરમીનો પારો આવતીકાલથી 43 ડીગ્રી આસપાસ જોવા મળશે. લોકોને ગરમીમાં બિન જરુરી બહાર ના નિકળવા માટે પણ સલાહ આપવામાં આવી છે. જે આ વર્ષે અત્યાર સુધીની સૌથી ગરમ દિવસ હશે. કેમ કે,અત્યાર સુધીમાં 41થી 42 ડીગ્રી આસપાસ ગરમીનો પારો નોંધાયો છે. આગામી સમયમાં ગરમી ના પ્રકોપને કારણે ઓરેન્જ એલર્ટ બાદ રેડ એલર્ટ પણ જારી કરવામાં આવી શકે છે. ભારતમાં ઘણા સ્થળોએ તાપમાન 45 ડિગ્રી અથવા તેથી વધુ સુધી પારો પહોંચે છે. જો તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ હોય, તો તેને હીટ વેવ કહેવામાં આવે છે અને જો તે તેનાથી વધી જાય, તો તેને અતિ તીવ્ર ગરમી કહી શકાય. ત્યારે અમદાવાદગમાં પણ ગરમીનો પારો 43 ડીગ્રીને પાર જઈ શકે છે

ઉનાળામાં યલો એલર્ટની સ્થિતિ સર્જાય છે જ્યારે વિવિધ વિસ્તારોમાં 2 દિવસ સુધી હીટવેવ રહે છે, પરંતુ તાપમાન નિયંત્રણમાં રહે છે. યલો એલર્ટ એટલે કે શહેરમાં તાપમાન 41.1 થી 43 ડિગ્રી રહેવાની શક્યતા છે. હીટવેવ્સમાં ખાસ કરીને બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધો અથવા બિમાર લોકોએ કાળજી લેવી ખૂબ જરૂરી છે.

વધુમાં વાંચો…. સમગ્ર ગુજરાત સહિત સાબરકાંઠા જિલ્લાના જંગલ વિસ્તારમાં વસવાટ કરતા વન્ય જીવોની ગણતરી હાલના તબક્કે હાથ ધરવામાં આવી હતી, જેમાં રીંછ-દીપડા સહિત અન્ય વન્ય પ્રાણીઓની સંખ્યામાં વર્ષ 2016ની સરખામણીએ ઘણો મોટો વધારો થવાની સંભાવનાઓ છે. વાંચો આ એક અહેવાલ

સાબરકાંઠા જિલ્લામાં આવેલ જંગલ વિસ્તાર અને રેવન્યુ વિસ્તારમાં વસવાટ કરતા વન્ય જીવો જેવા કે રીંછ, દીપડો, ઝરખ, શિયાળ, જંગલી ભુંડ, જંગલી બિલાડી સહિતના વન્ય પ્રાણીઓની દર 5 વર્ષે ગણતરી હાથ ધરવામાં આવતી હોય છે. નોંધનીય છે કે, વન વિભાગના સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે 2016માં હાથ ધરાયેલ ગણતરીમાં 18 રીંછ, 10 દીપડા સહિત અન્ય 413 વન્ય પ્રાણીઓ નોંધાયા હતા. તો ગત વર્ષે ગણતરી હાથ ધરવામાં આવી હતી, જે મુજબ 30 રીંછ, 26 દીપડા સહિત કુલ 714 અન્ય વન્ય પ્રાણીઓ નોંધાયા હતા. એટલે કે 2016માં કુલ 413 જેટલા વન્ય પ્રાણીઓ નોંધાયા હતા, જયારે 20022માં હાથ ધરાયેલ ગણતરીમાં 714 વન્ય પ્રાણીઓ નોંધાયા હતા. જો ચાલુ વર્ષે વન્ય પ્રાણીઓની ગણતરી હાથ ધરવામાં આવે તો વન્ય પ્રાણીઓની સંખ્યામાં વધારો થાય તેમ છે.

2022માં થયેલ ગણતરીના આંકડા: જંગલી ભુંડ- 336 નીલ ગાય- 88 જંગલી બિલાડી- 63 લોકડી- 58 રીંછ- 30 દીપડા- 26 ઝરખ- 29 શિયાળ- 29 ચોશીંગા-31 શાહુડી- 8 વણીયાર- 5 વરુ- 1 ઉડતી ખિસકોલી -1 કુલ- 714 જેટલા પ્રાણી

આમ તો છેલ્લાં કેટલાય સમયથી ઈડર-વડાલી સહિત હિમતનગરના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાએ અનેકવાર દેખા દીધી છે. તો છેલ્લા 15 દિવસમાં 3થી વધુ જગ્યાએ પશુઓનાં મારણ પણ થયા છે. એક તરફ જિલ્લાના જંગલ વિસ્તારમાં વન્ય પ્રાણીઓની વખતો-વખત ગણતરી હાથ ધરવામાં આવતી હોય છે, તો બીજી તરફ ચાલુ વર્ષે વન્ય પ્રાણીઓની ગણતરીમાં અલગ-અલગ તાલુકાઓના આવેલા જંગલ વિસ્તારોમાં 123થી વધુ પોઈન્ટ ફાળવણી કરવામાં આવી હતી. તેમાં કર્મચારીઓ દ્વારા ગણતરી હાથ ધરાઈ રહી છે.

આ ગણતરીમાં 123 ફોરેસ્ટ અધિકારીઓ સહિત કર્મચારીઓ અને 120થી વધુ રોજમદારો દ્વારા અલગ-અલગ પોઈન્ટ પર તારીખ 5 મે રાતથી 6 મે વહેલી સવારે પ્રાથમિક ગણતરી 6 મે રાતથી 7મે સવાર સુધી અને 8મી મે તુણાલી પ્રાણીઓની ગણતરી હાથ ધરવામાં આવી છે. આમ તો આ ગણતરી માટે જ્યા માંસાહારી પ્રાણીઓની અવરજવર રહેતી હોય છે, તેવા પીવાના પાણીના સ્ત્રોત પાસે માંચડા અને અવાવરું જગ્યાએથી નિરીક્ષણ કરી પગલાની નિશાની, અવાજ, મળ અને નરી આંખે જોયેલ વન્ય પ્રાણીઓની ગણતરી કરવામાં આવી છે. બાદમાં અલગ-અલગ પોઈન્ટની વિગતો મુખ્ય કચેરીએ મોકલ્યા બાદ વન્ય પ્રાણીઓની સંખ્યા નક્કી કરવામાં આવશે. પરંતુ, આ વખતે તમામ પ્રકારના પ્રાણીઓની ગણતરી કરવામાં આવશે અને બાદમાં તમામ જીવોના આંકડાઓ જાહેર કરવામાં આવશે. એક તરફ જંગલ વિસ્તાર તો બીજી તરફ ખેતીલાયક ખેતરો પણ આવેલા છે. ત્યારે ગણતરીમાં વન્ય પ્રાણીઓની સંખ્યા વધવાની સંભાવનાઓ છે. ત્યારે અનેકવાર ગ્રામ્ય પંથકની સીમમાં દીપડા, રીંછ સહિત અન્ય જીવોના વધતા જતા આંકડાઓ સ્થાનિક ગ્રામજનો તેમ જ ખેડૂત જગત માટે ભયનો માહોલ ઊભો કરે તો નવાઈ નહીં.

વધુમાં વાંચો…કાલે કોનો વારો આવશે? તે યક્ષ પ્રશ્ન ની ચર્ચાઓ વચ્ચે અનેક મરણીયા પ્રયાસબાદ દાહોદ સ્ટેશન રોડના વેપારીઓ પોતાની દુકાનો ખાલી કરવામાં જોતરાયા
દાહોદમાં સ્માર્ટ સિટી અંતર્ગત તળાવના બ્યુટીફિકેશનની કામગીરી પૂર્ણતાના આરે છે. ત્યારે સ્માર્ટ સિટી અંતર્ગત રસ્તા પહોળા કરવાની કામગીરી હાથ ધરવામાં આવે તે પહેલા તેમાં અડચણરૂપ ગેરકાયદે દબાણો તોડવા જરૂરી હોવાથી ગેરકાયદે દબાણો નક્કી કરવા સ્માર્ટ સિટી સમિતિ, સીટી સર્વે કચેરી અને નગરપાલિકા દ્વારા પોલીસને સાથે રાખી સરકારી ખર્ચે માપણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અને તેમાં અડચણરૂપ ગેરકાયદે દબાણ ઉપર માપ પ્રમાણે નિશાન મારવામાં આવ્યા હતા. અને તે નિશાનને ધ્યાને રાખી ગત તારીખ 4- 5 -2023 ના રોજ થી શહેરના ગોધરા રોડથી દેસાઈવાડ સુધીના તેમજ ગોદી રોડ પરના ગેરકાયદે દબાણો તોડી પાડી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.

આ કામગીરીના પગલે શહેરના વેપારીઓમાં ફફડાટ ફેલાવવા પામ્યો હતો. અને વેપારીઓએ અંદરોઅંદર મિટિંગોનો દોર શરૂ કરી પોતાની દુકાનો બચાવવાના મરણીયા પ્રયાસો આદર્યા છે ત્યારે બીજી તરફ તંત્ર પણ આ મુદ્દે અડગ હોવાનું જાણવા મળ્યું છે. સ્માર્ટ સિટી અંતર્ગત દાહોદના 10 જેટલા રસ્તાઓ પહોળા કરવાની મંજૂરી મળી છે. જેમાં (૧)ગોધરા રોડ એન્ટ્રીથી ઝાલોદ રોડ આઇટી આઇ સુધીનો રસ્તો (૨) સરસ્વતી સર્કલ થી ડો. આંબેડકર સર્કલ (૩) બિરસા મુંડા સર્કલથી સરદાર પટેલ સર્કલ (૪) માણેકચોકથી એપીએમસી સર્કલ (૫) ઠક્કરબાપા ચોકથી ચાકલીયા સર્કલ (૬) ગોદી રોડ (૭) મંડાવાવ રોડ (૮) અર્બન બેંક હોસ્પિટલથી ઇન્દોર હાઇવે (૯) રળીયાતી રોડ તથા (૧૦) ઓલ્ડ ઇન્દોર રોડનો સમાવેશ કરવામાં આવ્યો છે. હાલ સરસ્વતી સર્કલથી ડો. આંબેડકર સર્કલ સુધીના રસ્તા નું કામ ચાલી રહ્યું છે. જ્યારે બાકીના નવ જેટલા રસ્તાઓના કામ બાકી છે. ને જ્યાં સુધી તે રસ્તાને આડે આવતા ગેરકાયદે દબાણો ખસેડી રોડ ખુલ્લો કરી આપવામાં નહીં આવે ત્યાં સુધી તે નવે નવ રસ્તા પહોળા કરવાની કામગીરી શરૂ કરવી શક્ય નથી. લગભગ આવા મોટાભાગના ગેરકાયદે દબાણ કરતાઓને પોતાના ગેરકાયદે દબાણ સ્વેચ્છાએ ખસેડી લેવા માટેની નોટિસ પણ પાઠવી દેવામાં આવી છે અને ડિમોલિશનની કામગીરી અટક્યા વિના આ આખો મહિનો ચાલવા ની હોવાનું બિન સત્તાવાર જાણવા મળ્યું છે. દાહોદ સ્ટેશન રોડ પર દુકાનદારોને પાઠવવામાં આવેલ નોટિસની તારીખમાં વિસંગતતા જણાતા મોટાભાગના દુકાનદારોએ નોટીસ સ્વીકાર વાની ના પાડી દેતા તંત્ર દ્વારા તેઓની દુકાનો પર નોટિસ ચોટાડવામાં આવી હતી. ત્યારબાદ તે વેપારીઓ આ બાબતે કલેક્ટરને રજૂઆત કરવા ગયા હતા. કલેક્ટરે તેઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની હૈયા ધારણ આપી હતી. પરંતુ દબાણ તોડવાના મુદ્દે તેઓ મક્કમ રહ્યા હતા. ત્યારબાદ વેપારીઓ દ્વારા મીટીંગોનો દોર શરૂ થઈ ગયાનું જાણવા મળ્યું છે. તેમ છતાં કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર ન આવતા વેપારીઓમાં દિશાહિનતા તેમજ નિરાશા જોવા મળી રહી છે. અને ગઈકાલથી તો સ્ટેશન રોડના વેપારીઓ પોતાની દુકાનમાંથી સામાન ખાલી કરી અન્યત્ર ખસેડતા જોવા મળ્યા છે. તેવા સમયે કાલે કોનો વારો આવશે? તે યક્ષ પ્રશ્ન દાહોદના વેપારીઓને રાત દિવસ સતાવી રહ્યો છે. ત્યારે સ્થાનિક રાજકીય આકાઓ પણ આ મુદ્દે હાથ ઊંચા કરી દૂર ભાગતા જોવા મળી રહ્યા છે.

RELATED ARTICLES MORE FROM AUTHOR

1win Register Bonus
© Copyright 2024 gujaratherald.in